પૃષ્ઠો

ગુરુવાર, 24 મે, 2012

સ્કંધ: છઠ્ઠો /અજામિલ આખ્યાન /શ્રીમ ભાગવત સંક્ષિપ્ત

માનવનું કલ્યાણ કરનાર હરિનામ છે. દુ:ખ હરનાર પણ હરિ છે. હે પરીક્ષિત ! આ અજામિલની વાત તને કહું છું તે તું ધ્યાનથી સાંભળ. અજામિલ અઠ્યાસી વર્ષના બ્રાહ્મણ હતા.તેને એક દીકરો તેનું નામ નારાયણ. અજામિલનો અંતકાળ આવી લાગ્યો. તેની નાડી તૂટવા લાગી. અજામિલને દીકરો યાદ આવ્યો. નારાયણ-નારાયણ’- બોલતાં જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. યમરાજાએ કહ્યું,આ પાપી બ્રાહ્મણ છે તેને નરકમાં નાખો. યમના દૂતો અજામિલના જીવને દોરડાથી બાંધવા આવ્યા. ભગવાનના પાર્ષદો વિમાન લઇને આવ્યા. ભગવાને કહ્યું,ચિત્રગુપ્તના ચોપડામાં
અજામિલનું જીવન વૃત્તાંત કાઢો. ચોપડો ખોલ્યો, તેમાં લખ્યું હતું, અજામિલ વિદ્વાન બ્રાહ્મણ હતો. તેને પત્ની અને બાળકો હતા. ચોવીસ વર્ષની વયે અજામિલ લાકડા લેવા વનમાં ગયો, ત્યાં તેને એક અપ્સરા મળી. અપ્સરાએ અજામિલને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું. અજામિલે હા પાડી. બન્નેએ લગ્ન કર્યા. લોકો કહેવા લાગ્યા, આ અજામિલ જાતે બ્રાહ્મણ-પરણેલો –ઘરે પત્ની –બાળકો હોવા છતાં કેમ પરણ્યો? તેને નાત બહાર મૂકો.અપ્સરા કહે, હું તમને પરણી છું, હું ક્યાં જાઉં? અજામિલ અપ્સરા જોડે રહેવા લાગ્યો. અપ્સરાએ અજામિલને કહ્યું,તમે વિદ્વાન બ્રાહ્મણ, પરણેલા, ઘરે સુંદર પત્ની અને બાળકો હોવા છતાં શા માટે મારી સાથે લગ્ન કર્યા? શા માટે ખોટું બોલ્યા? અજામિલ સાથે ગામના લોકે કોઇ જ સંબંધ ન રાખ્યો. અપ્સરા ઇશ્વરનું સ્મરણ કરતી. અગિયારસ કરતી. બારસને દિવસે બ્રહભોજન કરાવી પછી જ જમવું તેવો અપ્સરાએ નિયમ રાખેલો. અપ્સરાએ અજામિલને પોતે લીધેલા વ્રતની વાત કરી. અજામિલ કહે, મને તે વ્રત માન્ય નથી. અપ્સરા સગર્ભા છે. તેને છઠ્ઠો મહિનો ચાલે છે. આજે બારસ હતી. બપોરે બાર વાગ્યા છતાં કોઇ બ્રાહ્મણ આજે તેને બારણે ન આવ્યા. અજામિલ કહે,મને ભૂખ લાગી છે. અપ્સરા કહે,તમે જમી લો, હું તમારી થાળી પીરસી દઉં.અજામિલ કહે, ના, એમ નહીં. આપણે એક થાળીમાં જમીએ. અપ્સરા કહે,થોડીવાર રાહ જુઓ. હમણાં કોઇ બ્રહ્મદેવ આવશે. તેને જમાડી લઉં.  ફરી થોડો સમય ગયો. અજામિલે ફરી કહ્યું,જમી લઇએ. અપ્સરા કહે,ધીરજ રાખો. સાડાબાર વાગ્યા. વૈશાખી એકાદશી, મોહિની એકાદશી કરી એક સંન્યાસી ભિક્ષા લેવા આવ્યા એમ બારીમાંથી અપ્સરાએ જોયું. તેણીએ વિચાર્યું, સંન્યાસી ક્યાંક આસન લે તો બોલાવું. મહાત્મા બેઠા. સાડાબાર વાગ્યે સામગ્રી તૈયાર કરી થાળી પર પાલવ ઢાંકી, ખુલ્લા પગે અપ્સરા ભિક્ષા આપવા ગઇ.અપ્સરાઅને જોઇ મહાત્મા બોલ્યા,પધારો મા ! અપ્સરાની આંખમાં આંસુ ઉભરાણા. મહાત્માએ એ આંસુ આવવાનું કારણ પૂછ્યું. અપ્સરા કહે, મને મા કહેનારા બે. તમે અને એક મારા પેટમાં છે. મા, હું જરૂર ભિક્ષા લઇશ પણ મારા પિતાને અર્થાત તમારા પતિને અહીં બોલાવો. એ અહીં ન આવે તો હું ત્યાં તમારા ઘરે આવીશ. અપ્સરાએ અજામિલ પાસે આવીને કહ્યું,સ્વામી, તમે મહાત્માનાં દર્શને પધારો. અજામિલ મહાત્મા પાસે આવ્યો. પ્રણામ કર્યા. મ્હાત્માને કહ્યું, કૃપા કરી ભિક્ષા સ્વીકારો.મહાત્મા કહે,હું ભિક્ષા લઉં પણ એક શરતે અજામિલે કહ્યું,કૃપા કરી તમારી શરત કહો.મહાત્મા કહે,સાંભળો, અપ્સરાના પેટમાં બાળક છે. તેનું નામ નારાયણ પાડજો અને આજ પછી તમારે સંસાર ન ભોગવવો. અજામિલે પ્રતિજ્ઞા લીધી.મહાત્માએ ભોજન કર્યું. અપ્સરાને દીકરો આવ્યો. તેનું નક્કી કર્યા પ્રમાણે નારાયણ નામ પાડ્યું.
પરીક્ષિતે પૂછ્યું,હે શુકદેવ ! ચરિત્ર ભ્રષ્ટ કરનાર બ્રાહ્મણને જ્ઞાતિજનોએ બહિષ્કાર કર્યા છતાં તે કેમ સુધર્યો? શુક કહે,નારાયણના જન્મ પછી પતિ-પત્ની કલાકો સુધી ઇશ્વરઆરાધના કરી. મહાત્મા પાસે પ્રતિજ્ઞા લીધા પ્રમાણે સંસારસુખનો ત્યાગ કરી જીવન વિતાવવા લાગ્યા.
એક દિવસ અજામિલ અને અપ્સરા પાસે ભજનમંડળી આવી. અમારે ઇશ્વરના સાચા ભક્તને ત્યાં ઠાકોરજી પધરાવીને પછી આરતી ઉઅતરાવવી છે. તમારે ત્યાં ઠાકોરજી પધરાવી તમારી પાસે ભગવાનની આરતી ઉતરાવવી એમ અમે વિચાર્યું છે. બન્ને જ્ણાએ કહ્યું,ભાઇ, અમે તો પાપી છી ને સમાજનાં પણ ગુનેગાર છીએ. બન્ની બહુ ના પાડી છતાં તેઓનાં ઘરે ઠાકોરજી પધરાવી તેમની પાસે આરતી ઉતરાવી. દીવાની વાટ પેટાવી બન્ને જણાએ પ્રેમથી ઠાકોરજીની આરતી ઉતારી. બન્નેએ મનને એકાગ્ર કરી ભગવાનમાં મન પરોવ્યું. ભગવાનમાં મન પરોવ્યું. ભગવાનનાં દર્શન કર્યા. બન્નેનાં પાપ બળીને ભસ્મ થઇ ગયા.
અજામિલ પાપી હશે, પરંતુ ચોવીસ વર્ષની યુવાન વયે ગંગાકિનારે ત્રણ કલાક સતત ઇશ્વરનું ધ્યાન ધર્તો. એક દિવસ સમાધિ દશામાં સહેજ બેભાન બન્યો. તે(60)  વખતે અપ્સરા પાણી ભરવા આવી. બેભાન યુવાનને જોઇ અપ્સરા તેના પગમાં સૂંઠ ઘસવાલાગી. અજામિલે અપ્સરાને શાપ આપ્યો, જીવનસંબંધ બંધાશે. અજામિલે જરૂર પાપ  કર્મ કર્યા છે પણ પ્રાયશ્ચિત્ત પણ કરેલું છે.
યમદૂતોએ ભગવાનના પાર્ષદોની માફી માગી. યમરાજાએ કહ્યું, કોઇ ચોરી કરે, ખરાબ કામ કરે, પાપાચાર કરે, ઇશ્વરને યાદ ન કરે તેને અહીં લાવવા.જે ભગવાનની ભક્તિ કરે, ઇશ્વરનું આરાધન કરે. એક વખત પાપ થઇ ગયા પછીખરા હ્રદયથી પ્રાયશ્ચિત્ત કરે તેને યમદરબારમાં લાવવા નહીં.
અજામિલે પોતાના અંતકાળે અજાણ્યે પોતાના પુત્ર નારાયણને બોલાવ્યો અને ભગવાન આવીને ઊભા રહ્યા. અજામિલનો ઉદ્ધાર થઇ ગયો. અજાણતાં નારાયણનું નામ લીધેલું પણ અફળ જતું નથી. અજામિલનું બાર વર્ષનું આયુષ્ય હજી બાકી હતું. ભગવાન નારાયણે યમદૂતોને પાછા કાઢ્યા. અજામિલ સાજો થયો, બાકીના બાર વર્ષ તેણે ભગવાન નારાયણની ભક્તિમાં વ્યતીત કર્યા. તેને બાર વર્ષ પછી સ્વધામ લઇ જવા વિમાન આવ્યું. શુકદેવજી કહે, હે રાજા !દેહ, સ્વભાવ, ઇન્દ્રિય શુદ્ધ કરી કોઇપણ જાતિનો માનવ હોય, તેના વ્યક્તિત્વના વિકાસનો આધાર સાચી ભાવનાથી ઇશ્વર આરાધના કરે તેના પર છે. મનુષ્ય જીવન મળ્યા પછી પુરૂષાર્થ, આવડત અને ઇશ્વરકૃપાથી બધું મળે છે, પરંતુ જે મળે તેને પચાવવાની મહત્તા હોય છે. જે માનવી ઇશ્વરકૃપાથી અને પુરૂષાર્થથી પ્રાપ્ત કરેલાનેસાચવી શકે તેનું જીવન ધન્ય થઇ જાય છે, પણ જાણે-અજાણે જીવનમાં અંધકાર આવે તો જીવનમાં ખામી આવે છે. જીવનમાં વિનાશ-પતન થાય છે. જેને લગતી વાત મેં તને દક્ષ રાજાની કરેલી.
દક્ષ રાજાએ પોતાના પુત્રોને કહ્યું,નારાયણ સરોવર જાવ, ત્યાં જઇ તપ કરો. પુત્રો નારાયણ સરોવર ગયા ત્યાં જઇ તપ કરવા લાગ્યા. એક દિવસ નારદજી ફરતાં ફરતાં નારાયણ સરોવર આવ્યા.બાળકોને તપ કરતાં જોઇ નારદજીએ પૂછ્યું,બાળકો, તમે કોના પુત્રો છો?બાળકોએ કહ્યું,અમે દક્ષના પુત્રો છીએ.નારદજીએ પૂછ્યું,રાજમહેલ છોડી આ વગડામાં શા માટે આવ્યા છો? બાળકોએ કહ્યું,અમે તપ કરી ઇશ્વરપ્રાપ્તિ કરવા માંગીએ છીએ. દરેક માનવીએ પહેલાં પચ્ચીસ વર્ષ વિદ્યાભ્યાસ કરવો જોઇએ. પચ્ચીસ વર્ષનો થાય ત્યારે નક્કી કરવું જોઇએ કે મારે બ્રહ્મચારી રહેવું કે ગૃહસ્થાશ્રમસ્વીકારવો. દરેક યુવાનપચ્ચીસ વર્ષનો થતાં અનેક મનોરથો સેવતો હોય છે. તે વખતે માતા-પિતાએ તેને સાચો કલ્યાણકારી માર્ગ ક્યો તે સમજવા માટે પોતાના યુવાન દીકરાને મદદ કરવી જોઇએ.
નારદજીએ દક્ષનાં બાળકોને પૂછ્યું,વિદ્યાભ્યાસ પછી ગૃહસ્થાશ્રમમાં જવું છે?   બાળકોએ જવાબ આપ્યો,નહીં, અમારે ભગવાન મેળવવા છે. હે નારદ મુનિ, ભગવાન કેમ કરીમળે?નારદજીએ કહ્યું,હે બાળકો ! સમાધિ દ્વારા બાળકો કહે,અમારે સમાધિ કેમ લેવી?નારદજી કહે,સમાધિ દશામાં આવતાં પહેલા યમ, નિયમ, આસન,પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને પછી ધ્યાન એકચિત્તે ધરવું. બાળકોએ પૂછ્યું,ધ્યાન કઇ રીતે ધરવું? નારદે કહ્યું,હે બાળકો ! સૌ પ્રથમ ભટકતી મનની વૃત્તિને રોકો. નિયમો પાળો, આસન કેળવો એટલે સ્થિર થવાય. પ્રાણાયામ કરવાથી જાગૃતિ આવે છે. આસન પર પ્રત્યાહાર એટલે ટટ્ટાર બેસવું, પછી એકચિત્તે ઇશ્વરનું ધ્યાન ધરવું. સાંસારિક વૃત્તિઓનો ત્યાગ કરવો. ઇશ્વરમાં મન પરોવવું. મનમાં રહેલી અનેક વૃત્તિઓ શાંત થાય, મનને શાંતિ લાગે પછી તે શાંત અવસ્થામાં ધ્યાનમાં સફેદ આકાર દેખાય, તે દૂર થાય પછી પરમાત્માની ઝાંખી થાય. આ સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવી ઘણી કઠિન છે છતાં પ્રયત્નથી દરેક માનવી સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. આગળ નારદજી કહે છે કે, બેસોપુત્રો, તમને શીખવાડું. ભટકતા મનને શાંત કરો. આંખો બંધ કરો. ઇશ્વરના સ્વરૂપનું ધ્યાન ધરો. સાકારમૂર્તિ દ્વારા જ નિરાકાર તરફ જવાશે.સમાધિ દ્વાઆ ભગવાન મેળવી શકાય પણ તે માટે માણસે સતત કોશિશ કરવી જોઇએ. બાળકો ! મેં તમને સમાધિ દ્વારા ઇશ્વરપ્રાપ્તિનો માર્ગ બતાવ્યો. આમ કહી નારદજી ત્યાંથી ચાલી નીકળ્યા.
આ બાજુ દક્ષે તપાસ કરી કે બાળકો પાછા કેમ ન આવ્યા ! દક્ષને ખબર પડી કે નારદજીના કહેવાથી બાળકો ભગવાનની આરાધના કરવા ચાલ્યા ગયા છે. દક્ષને તેથી નારદજી પર ગુસ્સો આવ્યો અને નારદજીને શાપ આપ્યો,હે નારદ ! તમે એક જગ્યાએ ચોવીસ મિનિટથી વધુ નહીં ટકી શકો. નારદજીએ દક્ષને શાપ આપ્યો,તને સાઠ દીકરીઓ થશે. નારદના શાપથી દક્ષને સાઠ દીકરીઓ થઇ. બધી દીકરીઓને દક્ષે પરણાવી. સત્યાવીસ દીકરીઓ ચંદ્રને આપી. નાની દીકરી બ્રાહ્મણ ત્વષ્ટાને આપી. નાની દીકરીએ દીકરાને જન્મ આપ્યો. દીકરાનું નામ વિશ્વરૂપ પાડ્યું.
બ્રાહ્મણ ત્વષ્ટા અને દધીચિ ઋષિને ભગવાને નારાયણ કવચભણાવ્યું.
એક દિવસ દેવોના ગુરૂ બૃહસ્પતિ સ્વર્ગમાં થઇને નીકળ્યા. તેને થયું દેવોના સમાચાર પૂછતો જાઉં. તે સમયે ઇન્દ્ર અને બીજા દેવો ભેગા થઇ ઇશ્વરસ્મરણ કરતા (62)હતા.કોઇએ ગુરૂ બૃહસ્પતિને આવકાર ન આપ્યો. સ્વમાન સૌને વહાલું હોય. બૃહસ્પતિએ પોતાનું આવું અપમાન થતાં ગુસ્સે થઇને દેવોને શાપ આપ્યો.તમારી સંપત્તિ નાશ પામશે. દેવતાઓ મૂંઝાયા. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું,તમે આ માટે ભગવાન વિષ્ણુ પાસે જાવ. દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. ભગવાને કહ્યું,હે દેવતાઓ !ગુરૂ વિના રાજ ન ચાલી શકે, ત્વષ્ટા નામના ઋષિનો દીકરો વિશ્વરૂપ અતિ બુદ્ધિમાન છે. ત્વષ્ટાને કહો કે પોતાના દીકરા વિશ્વરૂપને તમારા કુલગુરૂ તરીકે આપે.
તેત્રીસ કરોડ દેવતા ત્વષ્ટાને ઘરે આવ્યા. દેવતાઓએ ઋષિ ત્વષ્ટાને કહ્યું, અમે તમારા અતિથ તરીકે આવ્યા છીએ. ત્વષ્ટાએ કહ્યું,હે દેવતાઓ ! હું આપની શી સેવા કરૂં? દેવતાઓએ કહ્યું.અમારા ગુરૂ બૃહસ્પતિ વૃદ્ધ થયા છે. તમારા દીકરા વિશ્વરૂપ બૃહસ્પતિ જેવે જ તેજસ્વી બુદ્ધિ ધરાવે છે. તેને અમારા ગુરૂ તરીકે મોકલો. તમે તેને આજ્ઞા આપો. ઋષિ ત્વષ્ટાએ કહ્યું,વિશ્વરૂપ યુવાનથયો છે. તેથી તમારી માંગણી તેની સમક્ષ તમે જ રજૂ કરો. તે પોતે જ આ વાતનો નિર્ણય લેશે. વિશ્વરૂપ જ્યાં દેવતાઓ બેઠા હતા ત્યાં આવ્યો. વિશ્વરૂપ કરોડો સૂર્યના જેવો તેજસ્વી હતો. દેવતાઓને વિશ્વરૂપે પ્રણામ કર્યા. દેવતાઓએ વિશ્વરૂપને કહ્યું,ગુરૂ વિના અમારૂં રાજ ચાલતું નથી. તેથી અમે બધા તમને અમારા ગુરૂપદે નીમવા એવો નિર્ણય કરી આવ્યા છીએ. માણસના ગુણ પૂજાય છે, ઉમ્મર કે શરીર નહીં. વિશ્વરૂપે કહ્યું,હે દેવતાઓ, કોઇના પુરોહિત થવું એટલે યજમાનોનાં પાપ લેવા, વધુ પડતાં દાન લેવા પડે, માટે આ કામ મારાથી નહીં બને, મને ક્ષમા કરો. દેવતાઓ કહે,અમારા પર દૈત્યોનો ભયંકર ત્રાસ છે. દૈત્યો અમારું રાજ લઇ લેશે. કૃપા કરી અમારી માગણીનો સ્વીકાર કરો.દેવતાઓની વિનંતીને માન આપી વિશ્વરૂપે હા પાડી. દેવતાઓએ બૃહસ્પતિની જગ્યાએ વિશ્વરૂપને ગુરૂપદે બેસાડ્યા. વિશ્વરૂપે દેવતાઓને કહ્યું,યુદ્ધમાં લડતાં દુશ્મનોનાં બાણ ન લાગે તે માટે હું તમોને નારાયણ કવચ  આપું છું વિશ્વરૂપે દેવતાઓને નારાયણ કવચ આપ્યું.
                        નારાયણ કવચ:
હે હરિ ! પરમ કૃપાળુ પરમાત્મા, તમારા ચરણમાં સાક્ષાત્ દંડવત પ્રણામ કરૂં છું. જળ, પ્રવાસ, પગે ચાલતાં કે રથમાં ફરૂં ત્યારે તમે મારું રક્ષણ કરો. જીવનના માર્ગમાં પડતી મુશ્કેલીઓમાં આપ મને અહર્નિશ મદદ કરો. હે ભગવાન ! તમારા દર્શન કરૂં એવી મને શક્તિ આપો. મુશ્કેલીઓમાં મારો માર્ગ મોકળો કરજો. વિશ્વરૂપ (63)
કહે, હે દેવતાઓ ! કૌશિક બ્રાહ્મણે નારાયણ કવચનો પાઠ કર્યો તેથી ચિત્રરથનું વિમાન તેની પાસે આવ્યું. વાલખિલ્ય ઋષિના વચનથી બ્રાહ્મણ કૌશિકનાં હાડકાંસરસ્વતીમાં પધરાવ્યાં અને કૌશિક બ્રાહ્મણનો ઉદ્ધાર થયો. હે દેવ ! વિષમ પરિસ્થિતિમાં નારાયણ કવચનો પાઠ કરવાથી સર્વ ભયથી મુક્ત થવાય છે. ઇશ્વરની કૃપા થય છે. નિ:સ્વાર્થ ભાવે મંત્રજાપ કરવો. મંત્રશક્તિ કામ આવે છે. શુકહે પરીક્ષિત ! વિશ્વરૂપે તેત્રીસ કરોડ દેવતાને નારાયણ કવચ આપ્યું.
દેવતાઓએ એક દિવસ ઇન્દ્ર રાજા પાસે જઇ ફરિયાદ કરી કે આપણા ગુરૂ વિદ્વાન છે પણ તેનું મોસાળ રાક્ષસ કુળ છે.ગુરૂને મોસાળ તરફ પક્ષપાત છે. તે દાનના પચાસ ટકા મોસાળ પક્ષને આપી દે છે. ઇન્દ્રે દેવતાઓને કહ્યું, હું પ્રત્યક્ષ જોઉં તો સાચું. ઇન્દ્ર રાજાએ યજ્ઞ કર્યો. દાનમાં સોનાનાં વાસણો, રત્નો વગેરે વિશ્વરૂપને દાનના રૂપમાં આપ્યું. વિશ્વરૂપે તેમાંથી તમામ અર્ધું મોસાળમાં મોકલ્યું. તરત જ ઇન્દ્રે ખડ્ગ કાઢી વિશ્વરૂપને મારી નાખ્યો.
ઇન્દ્ર પાસે એક પ્રતિહારી આવ્યો. ઇન્દ્રને કહે,એક લોહી નીંગળતી સ્ત્રી આપને મળવા માગે છે.ઇન્દ્રે કહ્યું,તેને અંદર મોકલ. સ્ત્રી અંદર આવી. ઇન્દ્રે પૂછ્યું,કોણ છો? બ્રહ્મહત્યા છું.સ્વીકાર કરો. ઇન્દ્રે બ્રહ્મહત્યાના ચાર ભાગ કર્યા. એક ભાગ લઇ પૃથ્વી પાસે ગયા. પૃથ્વીને કહ્યું,આ મારા પાપનો એક ભાગ સ્વીકારો.પૃથ્વીએ ના પાડી. ઇન્દ્રે કહ્યું,મારા પાપનો સ્વીકાર કરશો તો તમારા પર પડેલા ખાડા તરત પુરાઇ જશે. ક્ષમાનો ગુણ મળશે. પૃથ્વીએ પાપનો ચોથો ભાગ સ્વીકારી લીધો. બીજો ભાગ લઇ ઇન્દ્ર વૃક્ષપાસે ગયા. વૃક્ષે ના પાડી. ઇન્દ્રે આજીજી પૂર્વક કહ્યું મૂળ ન કાપીએ ત્યાં સુધી તમારો વિકાસ થશે, વપરાશો. વૃક્ષે બ્રહ્મહત્યનો બીજો ભાગ સ્વીકારી લીધો. ત્રીજો ભાગ લઇ ઇન્દ્રે સ્ત્રી તરફ નજર કરી. સ્ત્રી પણ ના પાડી. સ્ત્રીને વરદાન આપ્યું કે,સગર્ભાવસ્થામાં સાત માસ સુધી ગૃહસ્થાશ્રમ ભોગવાશે. ત્રણ દિવસ અસ્પૃશ્ય રહી પાંચમે દિવસે દેવસેવાના અધિકારી થશો.ત્રીજા ભાગનો સ્ત્રીએ સ્વીકાર કર્યો. ચોથો ભાગ લઇ ઇન્દ્ર પાણી પાસે ગયા. પાણીને આ બ્રહ્મહત્યાનો ચોથો ભાગ સ્વીકારી લેવા ખૂબ વિનંતી કરી. પણ પાણીએ પણ સ્વીકારવાની ના પાડી.તમે અશુદ્ધિઓ પચાવી શકશો. જળમાં મળ નહીં રહે, ધોવાઇ જશે. પાણીએ ઇન્દ્ર પાસેથી બ્રહ્મહત્યાનો ચોથો ભાગ સ્વીકારી લીધો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો