પૃષ્ઠો

ગુરુવાર, 24 મે, 2012

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ

  1. કલયુગમાં સત્યનિષ્ઠ રેહવું એ સૌથી મોટું તપ છે. સત્ય જ બોલવું જોઈએ.
  2. તમારો પ્રેમ એજ ઈશ્વરનો નૈવેધ છે.
  3. ક્રોધ સાધકનો શત્રુ છે ,ક્રોધ કરવાથી શરીરના રોમે રોમમાંથી શક્તિનો વ્યય થાય છે.
  4. પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદ્રઢ બનાવવું જોઈએ ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સુક્ષ્મ ભાગ જ છે.
  5. સારા શિક્ષણ નો ધ્યેય છે: માનવનો વિકાસ .
  6. જે અભ્યાસથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી.
  7. વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.

સ્વામી વિવેકાનંદ

પરિવર્તનથી ઈચ્છાશક્તિ વધુ મજબુત થતી નથી ; તે નિર્બળ બને છે અને પરિવર્તનને વશ થાય છે. પણ આપણે હંમેશા સંગ્રહણ વૃતિવાળા થવું જોઈએ. સંગ્રહણવૃતિથી ઈચ્છાશક્તિ મજબૂત થાય છે.

સ્વામી વિવેકાનંદ

જો ઇશ્વર હોય તો આપણે તેનું દર્શન કરવું જોઈએ ; જો આત્મા હોય તો આપણે તેની અનુભૂતિ કરવી જોઈએ ; નહી તો, એમાં માનવું નહિ એ વધુ સારું છે. દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે.

સ્વામી વિવેકાનંદ

વિશ્વની તમામ શક્તિઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો પર મૂકીને બરાડા પાડીએ છીએ કે બધે અંધકાર છે. જાણી લો કે આપણી પાસે અંધકાર નથી. હાથ ઉઠાવી લો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો પહલે થીજ  હતો .અંધકારનું , નિર્બળતા ક્યાંય હતી જ નહી .આપણેજ માની લીધું છે કે આપણે નિર્બળ , અપવિત્ર , અસફળ છીએ.

સ્વામી વિવેકાનંદ

કાર્ય કરવું એ ઘણું સારું છે, પરંતુ તે વિચારોમાંથી આવે છે. માટે મસ્તિષ્કને ઉન્નત વિચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નિશ તમારી નજર સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

સ્વામી વિવેકાનંદ

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ . ખંતીલો માણસ કહે છે ; ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં સાથે જ પર્વતો કડકભૂસ થઈને તૂટી પડશે.’ આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઇચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો તમે ધ્યેયને  પામી શકસો.

સ્વામી વિવેકાનંદ

જે મનુષ્યને પોતાની જાતમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. જુના ધર્મોએ કહયું , ‘જેને પ્રભુમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. ‘ નવો ધર્મ કહે છે ,’જેને પોતાનામાં જ શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.’

સ્વામી વિવેકાનંદ

કરોડો રૂપિયા ખોવોયેલા કદાચ પાછાં મળી જશે પરંતુ એક ક્ષણ પણ ઈશ્વર સ્મરણ વગર જશે તે ક્ષણ પાછી નહિ આવે.
ભગવાનની મૂર્તિ સામે ઉભા રહી તેને હૃદયભાવથી જોવો , થોડીકવાર મનમાં સ્મરણ કરો .

સ્વામી વિવેકાનંદ

દરેક માનવીની સફળતા પાછળ કયાંક પણ જબરદસ્ત સચ્ચાઈ ,જબરદસ્ત પ્રમાણિકતા રહેલાં હોવાં જ જોઈએ ; જીવનમાં તેની અસાધરણ સફળતાનું કારણ એ જ છે.

સ્વામી વિવેકાનંદ

પ્રાર્થનાથી માણસની સુક્ષ્મ શક્તિઓ સહેલાયથી જાગ્રત કરી શકાય છે.
પ્રાર્થના અને સ્તુતિ ઈશ્વર તરફના વિકાસ માર્ગના પ્રાથમિક સાધનો છે.

સ્વામી વિવેકાનંદ

એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઇ શકે નહિ. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો નેવું ટકા ભાગ વ્યર્થ જાય છે, અને તેથી તે સતત ભૂલો કર્યા કરે છે, કેળવાયેલું મન અથવા માણસ કદી ભૂલો કરે નહિ.

સ્વામી વિવેકાનંદ

આપણને ગતિ આપનારું બળ વિચાર છે.મનને ઉચ્ચ વિચારોથી ભરી દો, તેના વિશે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વભાવિક છે, જીવનનું તે સોંદર્ય છે. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કોઈ કિંમત નથી.

સ્વામી વિવેકાનંદ

જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારાં જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો જે માણસે આખી લાયબ્રેરી ગોખી લીધી હોય તેના કરતાં તમે વધુ કેળવાયેલાછો.

સ્વામી વિવેકાનંદ

  1. તમારાં સદકર્મો  એજ ઈશ્વરની પૂજા છે.
  2. તમારાં સદવાકય એજ ઈશ્વર નુ કીર્તન છે.

સ્વામી વિવેકાનંદ

  1. સમાજમાં દરેક સુખી થાય અને સમાજમાં શાંતિ રહે એવી પ્રાર્થના કરો. દિવસ દરમ્યાન એકવાર “લોકા: સમસ્તા: સુખીનો ભવન્તુ ” મંત્રનો જાપ કરવો.
  1. તમારાં સદવિચારો એજ ઈશ્વરને અર્પિત કરવાના પુષ્પો છે.

સ્વામી વિવેકાનંદ

  1. કદી પણ કોઈને મનથી, વચનથી, વિચારથી દુઃખી ના કરશો . સમસ્ત પ્રકૃતિના જીવો પ્રત્યે દયા દાખવવી એજ અહિંસા છે અને અહિંસા જ પરમ ધર્મ છે.
  2. ગુરુની શિક્ષાપત્રી , ગીતા, રામાયણ, ઉપનિષદ કે ભગવાનની ચાલીશા માટે સવારમાં થોડોક સમય કાઢો. સારું વાંચનથી તમારો સારો વિકાસ થશે, તમારામાં આધ્યત્મિકતા વધશે .તમારામાં ભક્તિભાવ આવશે.

સ્વામી વિવેકાનંદ

  1. ગુરુની શિક્ષાપત્રી , ગીતા, રામાયણ, ઉપનિષદ કે ભગવાનની ચાલીશા માટે સવારમાં થોડોક સમય કાઢો. સારું વાંચનથી તમારો સારો વિકાસ થશે, તમારામાં આધ્યત્મિકતા વધશે .તમારામાં ભક્તિભાવ આવશે.

  2. સમાજમાં દરેક સુખી થાય અને સમાજમાં શાંતિ રહે એવી પ્રાર્થના કરો. દિવસ દરમ્યાન એકવાર “લોકા: સમસ્તા: સુખીનો ભવન્તુ ” મંત્રનો જાપ કરવો.

સ્વામી વિવેકાનંદ

  1. રોજ રાત્રે સુતા પહેલાં પથારીમાં બેઠા બેઠા પ્રાર્થના કરો કે ” હે પ્રભુ આજના દિવસ દરમ્યાન મારાથી કોઈને પણ વાણી કે વર્તનથી તકલીફ થઇ હોય તેને માટે હું માફી માંગું છું, માને માફ કરજો અને ફ્રી ના થાય તે માટે સદબુદ્ધિ આપજો”
  2. કદી પણ કોઈને મનથી, વચનથી, વિચારથી દુઃખી ના કરશો . સમસ્ત પ્રકૃતિના જીવો પ્રત્યે દયા દાખવવી એજ અહિંસા છે અને અહિંસા જ પરમ ધર્મ છે.

સ્વામી વિવેકાનંદ

  1. સવારે ઉઠો ત્યારે જમણી બાજુ પડખું ફરીને ઉઠો અને મનમાં એવો ભાવ કરોકે તમારા ઇષ્ટદેવ , ગુરુજી તમારી સામે ઉભા છે .તેમને નમન કરી પથારીમાં જ થોડીક ક્ષણ ધ્યાન કરો.
  2. તમારા ઇષ્ટદેવ,ગુરુજી ને પ્રાર્થના કરો કે ” હે ગુરુદેવ,ઇષ્ટદેવ તમે હંમેશા મારા હૃદયમાં તમારું સ્મરણ રાખજો. મારા પ્રત્યેક વિચાર, વચન, કર્મ થી નજીક આવવાનો પ્રયત્ન કરું તેમાં સહાય કરજો. મારા વાણી,વર્તન થી કોઈ દુઃખી ન કરું. દરેક પળે પળે તમારું સ્મરણ કરું તેવા આશીર્વાદ આપજો”.

સ્વામી વિવેકાનંદ

સવારે પાંચ વાગ્યા પહેલાં ઉઠો, આ સમય બ્રહ્મ મુહૂર્ત છે .આ સમયે પ્રકૃતિમાં સત્વગુણ પ્રધાન હોય છે. આ સમયમાં બુદ્ધિ તેજ બને છે અને શરીરને સ્ફૂર્તિ મળે છે. આ સમય જપ-તપ આધ્યત્મિક સાધના માટે શ્રેષ્ઠ સમય છે.

સ્વામી વિવેકાનંદ

શ્વાસ જયારે ડાબા નસકોરામાંથી વહેતો હોય ત્યારે આરામ લેવાનો સમય છે. જમણાંમાંથી વહે ત્યારે કાર્ય કરવાનો સમય છે  અને બંનેમાંથી વહે ત્યારે ધ્યાનનો સમય છે એમ જાણવું.આપણે જયારે શાંત હોઈએ અને બંને નસકોરાંમાંથી સરખો શ્વાસ લેતા હોઇએ ત્યારે નીરવ ધ્યાન માટેની યોગ્ય સ્થિતિમાં છીએ તેમ માનવું.

સ્વામી વિવેકાનંદ

વિચારશક્તિ
એકજ વિચારને પકડો.એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, તેને વિશે જ વિચાર કરો.તેના જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓં , માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનો એકે એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો, અને એ સિવાયના બીજા દરેકેદરેક વિચારને બાજુએ મૂકો . સફળ થવાનો આજ માર્ગ છે.

સ્વામી વિવેકાનંદ

વિચારશક્તિ

  1. કાર્ય કરવું તે ઘણું સારુ છે .પણ કાર્ય વિચારમાંથી ઉદભવે છે. તેથી મગજને ઉંચામાં ઉંચા વિચારોથી, શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો ; તે વિચારો અને આદર્શોને દીવસ રાત તમારી સમક્ષ રાખો ; તેમાંથી જ મહાન કાર્યો જન્મશે.

સ્વામી વિવેકાનંદ નુ જ્ઞાન

રાજસ્થાનના ખેતડીનાં મહારાજ અને સ્વામીજી વચ્ચે થયેલા કેટલાંક સવાલ જવાબ માંથી
મહારાજ – સ્વામીજી જીવન એટલે શું ?
સ્વામીજી – જીવન એટલે દબાવી  દે તેવા પ્રતિકૂળ સંયોગોમાં થતાં વ્યક્તિનો વિકાસ અને પ્રગતિ

મહારાજ – સ્વામીજી કેળવણી  એટલે શું ?
સ્વામીજી – અમુક વિચારોનો જ્ઞાનતંતુઓ સાથે સુમેળ એનું નામ કેળવણી.

સ્વામી વિવેકાનંદ -પરિસ્થિતિનો સામનો કરો

કાશીવાસ દરમ્યાન એકવાર સ્વામી વિવેકાનંદ વિશ્વનાથના દર્શન કરીને પાછા ફરતાં રસ્તામાં કેટલાંક વાંદરા તેમની પાછળ દોડ્યા. વાંદરાને દોડતા જોઈ સ્વામીજી જરા ઉતાવળે ચાલ્યા એટલે વાંદરા દોડીને તેમને ઘેરી વળ્યા .એટલામાં એક બીજા સાધુની નજર તેમની પર પડતાં તેમણે બુમ પાડીને કહયું “સાધુ દોડો નહિ ,ખડે રહો ઔર દુષ્ટો કા સામના કરો ”  સ્વામીજી એ સાંભળી ઉભા રહ્યા અને નીડરતાથી વાંદરાનો સામનો કર્યો .તરતજ વાંદરા ભાગી ગયા. વર્ષો પછી ન્યુયોર્કની એક સભામાં આ પ્રસંગ નાં અનુસંધાનમાં સ્વામીજીએ કહેલું કે ” અનિસ્ટની સામે થાઓ ,અજ્ઞાનનો સામનો કરો .માયાનો પડકાર કરો ,કદી એનાથી દૂર ભાગશો નહીં.”

રામકૃષ્ણ પરમહંસ ના પ્રેરક સુવિચાર

01. પુત્ર નથી, ધન નથી સ્વાસ્થ્ય નથી નાં રોદણાં રડતા ઘણાં લોકો જોવા મળે છે. પરંતુ ભાગ્યેજ એવા વિરલા રડતા જોવા મળશે જે રોદણું રડતા હોય કે પ્રકાશ નથી, ભગવાન નથી, સત્કર્મ નથી. જો આના માટે લોકો રડવા લાગે તો એમને કોઇ જ વાતની કમી ન રહે.
02. ભીનો, કાચો વાંસ આરામથી વાળી શકાય છે. પણ સૂકાઇ ગયા પછી તેને વાળી શકાતો નથી પણ તૂટી જાય છે. કાચી ઉંમરમાં મનને સંભાળીને સુધારી શકાય છે. ઘડપણમાં વાળવાથી તેને જડતા જકડી લે છે એટલે ન તો તેની આદતો બદલાય છે કે ન તો ઇચ્છાઓ સુધરે છે.
03. પતંગીયાને દીવાનો પ્રકાશ મળી જાય તે, પછી તે અંધારામાં પાછું ફરતું નથી પછી ભલે ને તે દીવાની આગમાં પ્રાણ ગુમાવવો પડે. જેને આત્મબોધનો પ્રકાશ મળી જાય છે તે અજ્ઞાનના અંધકારમાં ભટકતો નથી, પછી ભલે તેને ધર્મના માર્ગમાં પોતાનું સર્વસ્વ ગુમાવવું પડે.
04. વાસના વગરનું મન સૂકી દિવાસળી જેવું છે, જેને એક વખત ઘસવાથી જ આગ ઉત્પન્ન થઇ જાય છે. વાસનામાં ડૂબેલું મન ભીની દિવાસળી જેવું છે જેને વારંવાર ઘસવાથી પણ કંઇ કામ થતું નથી. ભજનની સફળતા માટે મનને સાંસારિક તૃષ્ણાઓની ભીનાશથી બચાવવું જોઇએ.
05. પથ્થરો વર્ષો સુધી નદીમાં પડેલો રહે તો પણ તેની અંદર ભીનાશ નથી પહોંચતી, તોડીએ તો અંદરથી સૂકો જ નીકળે છે; પરંતુ માટીનું થોડૂક જ પાણી પડતા એને શોષી લે છે અને ભીનું થઇ જાય છે. ભાવનાશીલ હ્રદય થોડા ઘણા ઉપદેશોને પણ હ્રદયંગમ કરી લેઅ છે. પણ આડંબરમાં ડૂબેલા રહેનારનું જ્ઞાન જીભ સુધી જ મર્યાદિત રહે છે. તે એને અંદર ઉતારતા નથી. પરિણામ સ્વરૂપ તેઓ ફકત બકવાસ કરવાવાળા જ બની રહે છે.
06. ભીની માટીથી જ રમકડાં; વાસણ વગેરે બને છે. પકવેલી માટીથી કશું જ બનતું નથી. તેવી જ રીતે લાલસાની આગમાં જેની ભાવનારૂપી માટી બળી ગઇ, તે ન તો ભકત બની શકે છે કે ન તો ધર્માત્મા બની શકે છે.
07. રેતી સાથે બળેલી ખાંડમાંથી કીડી ફકત ખાંડ જ ખાય છે અને રેતી છોડી દે છે. તેવી જ રીતે આ ભલાઇઅ બુરાઇ ભરેલા સંસારમાંથી સજ્જન ફકત ભલાઇ ગ્રહણ કરે છે ને ભુરાઇઅ છોડી દે છે.
08. દોરામાં ગાંઠ લાગેલી હોય તો તે સોયના કાણામાં ઘૂસી શકતો નથી અને તેનાથી સિવાતું નથી. મનમાં સ્વાર્થસભર સંકીર્ણતાની ગાંઠ લાગેલી હોય તો તે ઇશ્વરમાં લાગી નથી શકતું અને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતું.
09. સાપના મોઢામાં ઝેર રહે છે, પગમાં નહીં. યુવાન સ્ત્રીઓનો ચહેરો નહીં પરંતુ ચરણ જોવા જોઇએ તેનાથી મનમાં વિકાર ઉત્પન્ન થતો નથી.
10. બાળક ગંદકીમાં રગંદોળાવાનો કેટલોય પ્રયત્ન કરે પણ માતા એની મરજી ચાલવા દેતી નથી અને જબરજસ્તી પકડીને નવડાવી દે છે. પછી ભલે બાળક રડતું કકળતું રહે. ભગવાન ભકતને મલિનતાથી છોડાવીને નિર્મળ બનાવે છે. એમાં ભલે પછી ભકત પોતાની ઇચ્છામાં અવરોધ પેદા થયેલો જોઇને રડતો કકળતો રહે.
11. ચુંબક પથ્થર પાણીમાં પડેલો રહે તો પણ તેનો લોખંડને આકર્ષવાનો અને ઘસતાં જ આગ પેદા કરવાનો ગુણ ખલાસ નથી થતો. વિષમ પરિસ્થિતિમાં ઘેરાયેલા રહેવા છતાં સજ્જન પોતાના આદર્શો છોડતા નથી.
સ્વામી વિવેકાનંદે ઈ.સ.૧૮૯૧માં અમદાવાદની સફર કરી હતી અને કોટ વિસ્તારમાં ખાડિયાની અમૃતલાલની પોળમાં આવેલી ‘લાલશંકરની હવેલી’માં રોકાણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદ જેવી વિભૂતિએ જ્યાં રોકાણ કર્યું હતું.સ્વામી વિવેકાનંદ જુલાઈ-૧૮૯૦થી ડિસેમ્બર-૧૮૯૨ દરમિયાન હિમાલયથી કન્યાકુમારી સુધીની સફર કરી હતી.તેઓ ક્યારેક ‘વિવેકાનંદ’, ક્યારેક ‘સચ્ચિદાનંદ’ તો ક્યારેક ‘વિવિદિશાનંદ’ જેવાં વિભિન્ન નામો ધારણ કરીને ઓળખ છુપાવતા હતા.પરિભ્રમણ દરમિયાન અજમેર, રાજસ્થાન થઈને ગુજરાતમાં ઈ.સ.૧૮૯૧ના નવેમ્બર મહિનામાં અમદાવાદમાં પ્રવેશ્યા હતા.અમદાવાદમાં થોડા દિવસો વિવેકાનંદે ભિક્ષાવૃત્તિથી ચલાવ્યું. એક દિવસ અમદાવાદના સબ જજ અને સમાજસુધારક લાલશંકર ઉમિયાશંકર ત્રવાડી રેલવે સ્ટેશનની બહાર નીકળતા હતા ત્યારે એક પ્રભાવશાળી સંન્યાસી(વિવેકાનંદ) પીપળાના વૃક્ષ નીચે બેઠા છે તે જોવે છે, લાલશંકર ત્યાં પહોંચે છે અને સ્વામી વિવેકાનંદ સાથે સંવાદ કરે છે. વિવેકાનંદના જ્ઞાાનથી સમાજ સુધારક લાલશંકર આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. પ્રભાવિત થયેલા લાલશંકર ઉત્સુકતા સાથે વિવેકાનંદને પોતાના ઘેર પધારવાનું નિમંત્રણ પાઠવે છે.જૈન મંદિરા, મસ્જિદોની કલા સમૃદ્ધિ અને વૈભવ-વારસાથી પ્રભાવિત થઈને અમદાવાદમાં અંદાજે ૧૧ દિવસ પસાર કરીને વઢવાણ તરફ પ્રયાણ કર્યું હતું.
સ્તોત્ર } સંદેશ સમાચાર

શ્રી રામકૃષ્ણ પરમહંસ

  
૧૮ ફેબ્રુઆરી ૨૦૧૦, રામકૃષ્ણદેવ(ઠાકુર)ની ૧૭૫મી જન્મજયંતી હતી.
શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામના નિર્ધન પણ સત્યનિષ્ઠ અને ઈશ્વરપરાયણ બ્રાહ્ણ શ્રી ખુદીરામ ચટ્ટોપાઘ્યાયને ત્યાં ઈ.સ. ૧૮૩૬ ની ૧૮મી ફેબ્રુઆરી, વિક્રમસંવત ૧૮૯૨ ની ફાગણ સુદ બીજને બુધવારે થયો હતો.
રામકૃષ્ણદેવ તેમના મોટાભાઇ રામકુમારની સાથે દક્ષિણેશ્વર આવ્યા. ત્યાં તેમને કાલી-માતાના પૂજારી તરીકે કામ કરવાનું હતું. અહીં તેમણે બધા જ ધર્મોની સાધના કરવાનું નક્કી કર્યું. કોઇપણ ગુરુ પાસે વિધિવત્ સાધના શીખ્યા વગર પોતાની જાતે જ ૧૨ વર્ષ સાધના કરી. આ ૧૨ વર્ષમાં તેમણે દરેક ધર્મના સર્વોચ્ચ આદર્શની અનુભૂતિ કરી હતી.કોઇપણ મહાપુરુષે બધા જ ધર્મોની સાધના એક જ જિંદગીમાં, ૧૨ વર્ષમાં કરી હોય તેનું આ અજોડ ઉદાહરણ છે.
રામકૃષ્ણદેવનાં લગ્ન શારદામણિદેવી સાથે થયાં હતાં. પોતે ૧૨ વર્ષ કરેલી સાધનાનું ફળ તેમનાં ચરણે અર્પણ કરેલું.તેમની મહાસમાધિ પછી ૩૦ વર્ષ સુધી મા શારદાએ તેમનાં અધૂરાં કામ પૂરાં કર્યા અને અનેક ભકતોને આઘ્યાત્મિક માર્ગદર્શન આપ્યું તથા રામકૃષ્ણ મિશનને સાચી દિશામાં દોરવણી આપી.
તેમને મા કાલીના પૂજારી તરીકેની કામગીરી આપવામાં આવેલી. ત્યારે તેઓએ વિચાર્યું કે, આ મૂર્તિ મૃણમયી છે કે ચિન્મયી ? મા ખરેખર મૂર્તિમાં જીવંત છે કે મૂર્તિ માત્ર પથ્થરની બનેલી છે તે જોવા માટે તેમણે વ્યાકુળતાથી રુદન કરીને માને પ્રાર્થના કરી કે, ‘હે મા, દર્શન કેમ દેતાં નથી ? જો દર્શન નહીં દો તો હું જીવન ટૂંકાવી નાખીશ.’આમ, દરરોજ કંઈ પણ ખોરાક લીધા વગર વ્યાકુળતાથી રડતાં. તેમનું મોં જમીન પર ઘસીને માને દર્શન માટે વિનવણી કરતાં. તે એટલે સુધી કે જે લોકો તેમને જોતા, તેમની આંખમાંથી પણ અશ્રુધારા વહી જતી. જેવો દિવસ પૂરો થાય કે માને કહેતાં કે આ દિવસ પણ નકામો જતો રહ્યો. એક દિવસ તેમણે ખરેખર જીવન ટૂંકાવવા માટે ખડગ ઉઠાવ્યું અને નિશ્ચય કર્યો કે, માનાં દર્શન ન થયાં તો હવે જીવવું નકામું છે. જેવું ખડગ માથા પર રાખ્યું કે મા કાલીનાં સાક્ષાત્ દર્શન થયાં.
રામકૃષ્ણ પરમહંસજી એમનું ભૌતિક શરીર , ૧૬ ઓગસ્ટ ૧૮૮૬ એ ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.
http://www.ramakrishna.org/rmk.htm

સ્વામી વિવેકાનંદ નું શિકાગોમાં પ્રવચન

sisters  and brothers of america બોલ્યા અને પછી તાળીઓ નો ગડગડાટ તો તમે પણ સાંભળો અને તાળીઓ પાડો .…………..
src=”http://www.youtube.com/v/lxUzKoIt5aM&color1=0xb1b1b1&color2=0xcfcfcf&hl=en_US&feature=player_embedded&fs=1″ type=”application/x-shockwave-flash” allowfullscreen=”true” allowScriptAccess=”always” width=”640″ height=”385″>

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદે તારીખ ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ થી તારીખ ૨૭ સપ્ટેમ્બર ૧૮૯૩ દરમ્યાન શિકાગોમાં ધાર્મિક પરિષદમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું. ત્યાં એમણે કરેલ સંબોધન અહીં પ્રસ્તુત છે.

૧૨ મી જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ

 
સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવાર ની પૂર્વસંધ્યાએ સોમવાર તા. 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સન 1871માંઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરસંસ્થામાં દાખલ થયા હતા અને સન 1879માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી.  તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા.તેમણે વેદ , ઉપનિષદો ,ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા.
નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્યતર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1981માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી.કહેવાય છે કે નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું.

પોતાનો પ્રવાસ ચાલુ રાખીને તેમણે અમદાવાદ, વઢવાણ, લીંબડીની મુલાકાત લીધી. અમદાવાદમાં તેમણે ઇસ્લામ અને જૈન સંસ્કૃતિ પરનો તેમનો અભ્યાસ પૂરો કર્યો.લીંબડીમાં તેઓ ઇંગ્લેન્ડ અને અમેરિકા જઇ આવેલા ઠાકોર સાહેબ જસવંતસિંહને મળ્યા. વેદાંતનો ઉપદેશ આપવા પશ્ચિમના દેશોમાં જવાનો સર્વ પ્રથમ વિચાર સ્વામીને ઠાકોર સાહેબ પાસેથી મળ્યો. પાછળથી તેમણે જુનાગઢ, ગિરનાર, કચ્છ, પોરબંદર, દ્વારકા,પાલિતાણા, વડોદરાની મુલાકાત લીધી. પરિવ્રાજક રહેવાની પ્રતિજ્ઞા છતાં વિદ્વાનપંડિતો પાસે પોતાના તત્વચિંતન અને સંસ્કૃતના અભ્યાસને પાકો કરવા પોરબંદરમાં તેઓ પોણું વર્ષ રહ્યા. વેદનો અનુવાદ કરનારા દરબારના પંડિત સાથે તેમણે કામ કર્યું.
એર્નાકુલમ ખાતે 1892ના ડીસેમ્બરના પ્રારંભમાં તેઓનારાયણ ગુરુના ગુરુ ચટ્ટમ્પી સ્વામિકલને મળ્યા. એર્નાકુલમથી તેમણે ત્રિવેન્દ્રમ, નાગરકોઇલનો પ્રવાસ કર્યો અને 1892મા ક્રિસમસની પૂર્વસંધ્યાએ પગે ચાલીનેકન્યાકુમારી પહોંચ્યા. કન્યાકુમારી ખાતે સ્વામીએ ‘‘છેલ્લા ભારતીય ખડક’’ પર બેસીને ત્રણ દિવસ ધ્યાન ધર્યું હોવાનું કહેવાય છે. આ ખડક પાછળથી વિવેકાનંદ ખડક સ્મારક તરીકે જાણીતો થયો.
11 સપ્ટેમ્બર 1983ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ.. આ દિવસે વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકુ વક્તવ્ય આપ્યું. તેમણે ભારત અનેહિન્દુ ધર્મ વિશે વાત કરી.શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને પોતાનું [[:s:સ્વામી વિવેકાનંદની સંપૂર્ણ રચનાઓ(The Complete Works of Swami Vivekananda)/વોલ્યુમ 1/ધર્મ સંસદમાં વક્તવ્ય/સત્કારનો પ્રતિભાવ|વક્તવ્ય]] , “અમેરિકાના ભાઈઓ અને બહેનો!” સાથે શરૂ કર્યુ. આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ અને બે મિનિટ સુધી આ સન્માન ચાલ્યુ. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યુ. સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુઃ “વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.” અને તેમણે આ સંદર્ભે ભગવદ ગીતાના બે ફકરા ટાંક્યા—”જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે!” અને “જે કોઈ પણ મારી પાસે આવે છે, ભલે ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના સુધી પહોંચુ છું; તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે, પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે.”ટૂંકું વક્તવ્ય હોવા છતાં, સંસદનો સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી.
સ્વામી વિશે વધુ જાણવા માટે વાંચો
”સ્વામી વિવેકા